સુરત-૨૪ લોકસભા સંસદીય બેઠક માટે આજે તા.૧૫મીએ ૨૧ ઉમેદવારી ફોર્મનું વિતરણ
હાલ સુધી ૬૩ ફોર્મનું વિતરણ: સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના એક ઉમેદવારે ફોર્મ ભર્યુ
સુરત-૨૪ લોકસભા સંસદીય બેઠકની ચૂંટણી માટે ફોર્મ વિતરણ શરૂ છે, ત્યારે આજ તા.૧૫મીએ ૨૧ ફોર્મ વિતરણ કરાયા છે. હાલ સુધી ૬૩ ફોર્મનું વિતરણ થયું છે. જે પૈકી અબ્દુલ અમિત ફારૂક અહેમદ ખાને ફોર્મ ભરી સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી.
