લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
ઉમેદવારી પત્રો ભરતી વખતે ધ્યાને રાખવાની બાબતો અંગે પોલીસ કમિશનરનું જાહેરનામું
ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪નો કાર્યક્રમ જાહેર થયો છે. જે મુજબ તા.૭/૫/૨૦૨૪ના રોજ મતદાન થશે. જેને અનુલક્ષીને સુરત શહેર પોલીસ કમિશનરશ્રીએ એક જાહરનામા દ્વારા ઉમેદરવારી પત્રો ભરતી વખતના કેટલાક પ્રતિબંધો જાહેર કર્યા છે. જે અનુસાર પોલીસ કમિશનરશ્રીની હદના વિસ્તારમાં કોઈપણ ઉમેદવાર તેમના ઉમેદવારી પત્રો ભરવા માટે સંબંધિત ચુંટણી અધિકારી અથવા મદદનીશ ચુંટણી અધિકારીની કચેરીમાં જાય ત્યારે તેમની કચેરીના ૧૦૦ મીટરના આસપાસના વિસ્તારમાં ત્રણ વાહનથી વધુ વાહનો સાથે જઈ શકશે નહીં. તેમજ સંબંધિત ચુંટણી અધિકારી અથવા મદદનીશ ચુંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવાર તથા તેમના વધુમાં વધુ ચાર સમર્થકો મળી કુલ-૫ (પાંચ) વ્યકિતઓથી વધુ અધિકારીની ચેમ્બરમાં જઈ શકશે નહીં. વિજેતા ઉમેદવાર ચુંટણી પ્રમાણપત્ર લેવા આવે ત્યારે પણ આ સૂચના લાગુ પડશે. આ જાહેરનામાનો તા.૮/૫/૨૦૨૪ સુધી અમલ કરાશે અને તેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ગણાશે, એમ જણાવાયું છે.
