ફ્લાઇંગ સ્ક્વોડ અને સ્ટેટીક સર્વેલન્સ ટીમ દ્વારા રોકડ જપ્તીના કેસોમાં ‘જિલ્લા ફરીયાદ સમિતિ’ની રચના
રોકડ જપ્તી અંગે જનતાની અસુવિધા નિવારવા માટે સંપર્ક નં.૦૨૬૧-૨૪૨૨૧૬૦ / ટોલ ફ્રી નં. ૧૮૦૦-૨૩૩-૨૧૮૨ ઉપર સંપર્ક કરવા અનુરોધ
ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત આદર્શ આચારસંહિતા અમલી છે. ચુંટણીઓની પારદર્શીતા જાળવવાના હેતુસર રચવામાં આવેલી ફ્લાઇંગ સ્ક્વોડ અને સ્ટેટીક સર્વેલન્સ ટીમની કામગીરીના ભાગરૂપે જપ્ત કરવામાં આવતી રોકડની જપ્તીના દરેક કેસની તપાસ કરી સાચી વ્યક્તિઓ અને જનતાને અસુવિધા નિવારવા માટે સુરત જિલ્લા કક્ષાએ ”જિલ્લા ફરીયાદ સમિતિ” ની રચના નોડલ ઓફિસર એક્ષ્પેન્ડીચર મોનિટરીંગ સેલ (કન્વીનર) અને જિલ્લા વિકાસ અધિકારી-સુરતના અધ્યક્ષસ્થાને કરવામાં આવી છે. જેના સભ્ય સચિવ તરીકે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી-સુરત હંગામી મહેકમ તથા સભ્ય તરીકે જિલ્લા તિજોરી અધિકારી-સુરતની નિમણૂંક કરાઈ છે. જેથી જો કોઇ વ્યક્તિને રોકડ જપ્તી અંગે ફરિયાદ/ રજૂઆત હોય તો ત્વરિત કાર્યવાહી માટે કન્વીનરના સંપર્ક નં.૦૨૬૧-૨૪૨૨૧૬૦ / ટોલ ફ્રી નં. ૧૮૦૦-૨૩૩-૨૧૮૨ ઉપર કરી શકાશે એમ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી-સુરતની યાદીમાં જણાવાયું છે.
