ભારતીય જનતા પાર્ટીની ઘર ઘર સંપર્ક કાર્યશાળા બુધલેશ્વર ખાતે યોજાઈ.
મહુવા તાલુકાના બુધલેશ્વર બાપા સીતારામની મઢુલી ખાતે ભારતીય જનતા પાર્ટીની ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત ની કાર્યશાળા 29 માર્ચના રોજ બપોરે બે કલાકે યોજાઈ હતી.આ કાર્યક્રમમાં સુરત જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ અધ્યક્ષ અને 170 વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના સંયોજક રાકેશભાઈ પટેલ,મહુવા તાલુકા ભાજપ પ્રમુખ હિતેશભાઈ નાયક,જિતેન્દ્ર સિંહ વાસીયા,તુષાર ભાઈ, હેમંતભાઈ ચૌધરી,યુવા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ ગરાસિયા તેમજ ભારતીય જનતા પાર્ટીના તાલુકા જિલ્લાના હોદ્દેદારો કાર્યકરો,શક્તિકેન્દ્રના કન્વીનરો,સંયોજકો, પ્રભારી અને આઈ.ટી ના સભ્યો,ઘર ઘર અભિયાન ના સંયોજકો તેમજ પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
