સુરત જિલ્લાના મહુવા તાલુકાના કરચેલીયા ગામે સેવાયજ્ઞ રૂપી ૭૭ માં સ્વાતંત્ર્ય પર્વ પર ગરીબ અને દિવ્યાંગ બાળકો ના સેવાર્થે ખુબજ સરાહનીય આયોજન કરવામાં આવ્યું હતું.
મૈત્રી ફાઉન્ડેશન દ્વારા ગરીબ અને દિવ્યાંગ બાળકો ના ભવિષ્યના ઘડતર અને જીવન ધોરણ ઊંચું લાવવાની ઉચ્ચ ભાવના સાથે સુરત જિલ્લાના મહુવા તાલુકાના કરચેલીયા ગામે ઓપન કબડ્ડી ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી.આ ટુર્નામેન્ટમાં કુલ ૨૨ જેટલી ટીમોએ ભાગ લીધો હતો.રોમાંચક બનેલ આ ટુર્નામેન્ટ ની ફાઇનલમાં વાપી ની ટીમ ચેમ્પિયન જ્યારે વ્યારા રનર્સઅપ રહી હતી.આ કાર્યક્રમમાં અતિથિ તરીકે અરવિંદભાઈ.પટેલ,તુષારભાઈ. પટેલ,કેયુરભાઈ પટેલ,ડો.અશોકભાઈ રાઠોડ,ચેતનભાઈ મિસ્ત્રી,નરેનભાઈ ચૌધરી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા.મૈત્રી ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ કેયુર માંહ્યાવંશી વાઇસ પ્રેસિડેન્ટ કમલેશ સોલંકી ની આગેવાની હેઠળ આ સેવાકીય ટુર્નામેન્ટ નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.સેવાયજ્ઞમાં સેવાકીય કામગીરી ના મુખ્ય કિરદાર ભજવનાર કુણાલ માહ્યાવંશી,અજય નાયકા અને ઇન્દ્રવદન નાયકાની મુખ્ય ભૂમિકા રહી હતી.તમામ ટુર્નામેન્ટ દરમિયાન દાતાઓ દ્વારા દાન અપાયું જે ગરીબ બાળકો માટે વાપરવામાં આવશે અત્રે ખાસ ઉલ્લેખનીય છે મૈત્રી ફાઉન્ડેશન દ્વારા ડાંગ જિલ્લાના અંતરિયાળ ગામોમાં પણ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.અને ગરીબ પરિવાર માટે સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે.
