આઝાદી ના અમૃત મહોત્સવ ની ઉજવણી સંપન્ન થઈ રહી છે ત્યારે ૭૭ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી મહુવા તાલુકા કક્ષાના કાર્યક્રમ સુરત જિલ્લાના મહુવા તાલુકાના વલવાડા પ્રાથમિક શાળા ખાતે ઉજવામાં આવ્યો હતો.
મહુવા તાલુકા કક્ષાના કાર્યક્રમમાં શાળા કેમ્પસ પણ તિરંગા સાથે શણગાર સર્જેલ જોવા મળ્યું હતું.શાળા કેમ્પમાં પ્રવેશતા જ દેશ ભક્તિ દિલમાં જાગી ઉઠે એવા સાંસ્કૃતિક કાર્યક્રમ થી રસભર કાર્યક્રમ ભારત માતા કી જય વંદે માતરમ ના નારા સાથે વલવાડા પંથક ગુંજી ઉઠ્યું હતું.મહુવા મામલતદાર ના હસ્તે કરવામાં આવેલ ધ્વજ વંદન કાર્યક્રમમાં તાલુકાના તમામ અધિકારી ગણ હાજર રહ્યા હતા.વલવાડા ગામે 50 થી વધુ સ્વતંત્ર સેનાનીઓને ના પરિવારજનો ને સાલ ઓઢાળી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ સાથે જ વૃક્ષા રોપણ જેવા કાર્યક્રમમો યોજી તાલુકા કક્ષાનો કાર્યક્રમ ખુબજ ઉત્સાહ ઉમંગ અને દેશ ભક્તિની ભાવના સાથે ઉજવવામાં આવ્યો હતો.
