ધોડીઆ ભાષા સમિતિ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસની પોતિકી ભાષાના સથવારે ઉજવણી કરાઈ

Facebook
Twitter
WhatsApp
Telegram

ધોડીઆ ભાષા સમિતિ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસની પોતિકી ભાષાના સથવારે ઉજવણી કરાઈ

માઁના ખોળેથી પ્રાપ્ત થયેલી ભાષા તે માતૃભાષા. એટલે જ કહેવાય છે કે માઁ, માતૃભાષા અને માતૃભૂમિનો અન્ય કોઈ પર્યાય નથી હોતો. દુનિયાની દરેક ભાષા એ કોઈકને કોઈકની માતૃભાષા હોય છે. એ દરેક ભાષાને યોગ્ય સન્માન મળે અને બધી જ ભાષાઓ જળવાઈ રહે તે હેતુસર વિશ્વ માતૃભાષા દિવસ વર્ષ ૧૯૯૯થી ઉજવાઈ રહ્યો છે. ૨૧ ફેબ્રુઆરીએ વૈશ્વિક સ્તરે માતૃભાષા દિવસ ઉજવવાનું યુનેસ્કો દ્વારા નક્કી કરાયેલ તે અનુસંધાને ભારત સહિત સમગ્ર દુનિયામાં ઉજવણી કરાઈ એ ઘડીએ ધોડીઆ ભાષા સમિતિ, અનાવલ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસની વર્ચ્યુઅલ ઉજવણી ધોડીઆ ભાષામાં કાર્યક્રમ યોજીને કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ધોડીઆ ભાષકો માંથી શિક્ષકો, ડોક્ટરો, ઈજનેરો, સાહિત્ય ક્ષેત્રે કાર્યરત કલમ કસબીઓ સહિતના ભાષા રસિક ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. નેશનલ બુક ટ્રસ્ટ, નવી દિલ્હીના ગુજરાતી વિભાગના વડા ભાગ્યેન્દ્ર પટેલની વિશેષ હાજરી સાથે કાર્યક્રમ પ્રારંભે ખંભાત ખાતે શિક્ષક તરીકે સેવા આપતા સી.સી.પટેલે ધોડીઆ ભાષા જતન અને સંવર્ધન વિશેના વિચારો રજુ કરતાં માતૃભાષા જીવંત રાખવા માટે શિક્ષણના માણસો શું કરી શકે એ અંગે પ્રકાશ પાડ્યો હતો. સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડૉ. પ્રદીપભાઈ ગરાસિયાએ અન્ય ભાષાઓના વધતા પ્રભાવ વચ્ચે પોતિકી ભાષાના મહત્વ તરફે સૌનું ધ્યાન દોરતાં ધોડીઆ ભાષાનો અભ્યાસક્રમ તૈયાર કરવા આહ્વાન કર્યું હતું. કણભ‌ઈના શિક્ષક એવા સુરેન્દ્ર ગરાસિયાએ પોતાની જન્મભાષાના સંવર્ધન માટે આજના સમયે સોશિયલ મીડિયાનો ક‌ઈ રીતે સદ્ઉપયોગ કરવો જોઈએ તે ઉદાહરણ સહિત જણાવ્યું હતું. આ ઉપરાંત કાર્યક્રમમાં જોડાયેલ વલસાડના અનિલભાઈ પટેલ, મુંબઈના આર્ટિસ્ટ હિત્તલકુમાર પટેલ, બીલીમોરાના હિમાંશુ પટેલ, કરચેલીઆના સેજલબેન ગરાસિયા, ઉનાઈના યુવા ભાવિની પટેલ, અનાવલના ચિરાગ પટેલ તેમજ કોસના નવલકથાકાર સુભાષ પટેલ સહિતનાઓએ ચર્ચામાં ભાગ લીધો હતો. ગાંધીનગરના શિક્ષિકા ભાવના પટેલ ‘વલસાડી વાદળ’ એ ધોડીઆ ભાષાની સ્વરચિત કાવ્ય રચનાનો આસ્વાદ કરાવતાં સૌને મોજ કરાવી હતી. આ કાર્યક્રમ સંપૂર્ણ રીતે ધોડીઆ ભાષામાં યોજાયો તે એક વિશેષતા રહી હતી. કાર્યક્રમના અંતે સુરતના યુવા શશિકાંત પટેલે આભારવિધિ કરી હતી. કાર્યક્રમનું આયોજન-સંચાલન ધોડીઆ ભાષા સમિતિના કુલીન પટેલે કર્યું હતું.

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

EMICIZUMAB પ્રોફાઈલ એક્સેસની સારવાર લેતા દર્દીની સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર નવી સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી કરવામાં આવી

EMICIZUMAB પ્રોફાઈલ એક્સેસની સારવાર લેતા દર્દીની સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર નવી સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી કરવામાં આવી   દર્દીને સ્વસ્થ કરવા નવી સિવિલ હોસ્પિટલમાં અંદાજે રૂા.૧.૨૮

ગંગાધરા અને બારડોલી વચ્ચે જેતપુર ગામ નજીક LC-21 પર લિમિટેડ હાઇટ સબવે(LHS)ના નિર્માણની કામગીરીને ધ્યાને લઈને રસ્તો બંધ કરી ડાયવર્ઝન કરાયો

ટ્રાફિક નિયમન માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુંઃ   ગંગાધરા અને બારડોલી વચ્ચે જેતપુર ગામ નજીક LC-21 પર લિમિટેડ હાઇટ સબવે(LHS)ના નિર્માણની કામગીરીને ધ્યાને લઈને રસ્તો

મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત ગુજરાતના કુલ ૧૮૨થી વધુ દૂધના ટેન્કરોની આકસ્મિક તપાસ: આશરે ૨૨ લાખ લીટર દૂધની ગુણવત્તા ચકાસાઈ

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત ગુજરાતના કુલ ૧૮૨થી વધુ દૂધના ટેન્કરોની આકસ્મિક તપાસ: આશરે ૨૨ લાખ લીટર દૂધની ગુણવત્તા

સમગ્ર ભારતમાં દૈનિક ૭૫ હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી નિગમ પ્રથમ ક્રમે

સમગ્ર ભારતમાં દૈનિક ૭૫ હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી નિગમ પ્રથમ ક્રમે   એસ.ટી નિગમે છેલ્લા બે વર્ષમાં ૪ કરોડથી વધુ ઓનલાઈન