પ્રાપ્ત વિગત મુજબ મહુવાના શંકર તલાવડી ખાતે રહેણાક તેમજ ખેતરાળ વિસ્તારમા બિન્દાસ્ત દીપડા ફરતા નજરે પડતા ગ્રામજનો ભયભીત બની ગયા હતા.જે અંગે ગ્રામજનોએ મહુવા વનવિભાગને રજુઆત કરતા બે દિવસ પહેલા વનવિભાગે શંકરતલાવડીમા પાંજરું મુક્યુ હતુ.અને તેમા મારણ તરીકે મરઘી મુકી દીપડાને ઝબ્બે કરવાની કવાયત આદરી હતી.ગત તા-23/10/2023 ને શનિવારના રોજ રાત્રી દરમિયાન પાંજરામા મુકેલ મારણ જોઈ એક કદાવર દીપડી લલચાઈ ગઈ હતી અને એ મારણ ખાવા જતા આબાદ રીતે પાંજરે પુરાઈ હતી.દીપડી પાંજરે પૂરાતા જ ત્રાડો નાખતા દીપડીનો અવાજ સાંભળી ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને ત્વરિત ઘટના અંગે ગ્રામજનો દ્વારા મહુવા વનવિભાગના અધિકારીઓને જાણ કરાતા વનવિભાગના અધિકારીઓ રાત્રી દરમ્યાન શંકર તલાવડી આવી પાંજરે પુરાયેલ એક વર્ષની દીપડીનો કબ્જો લીધો હતો.દિપડી પાંજરે પુરાતા જ ગ્રામજનોએ રાહતનો દમ લિધો હતો.જ્યારે ગામમા અન્ય પણ દીપડા ફરતા હોવાથી ગ્રામજનોમા ભયનો માહોલ યથાવત છે.
