મહુવા તાલુકામાં અન્ય એક ઘટના મુજબ ઝેરવાવરા ગામે કાળા કપડાં ઝોળી અને મોરપીંછ સાથે માથે સાફો બાંધી લોકોને ઊભા રાખી જબરજસ્તી ભીખ માંગતા મહાવર ગેંગના 6 પુરુષ અને 3 મહિલા ગામ લોકોની તકેદારી સાથે પોલીસના હાથે ઝડપાયા હતા.
સુરત,મહુવા:-ઝેરવાવરા ગામે આજે ઉતરી પડેલી મહાવર ગેંગના સભ્યો ગામલોકો પાસે જબરજસ્તી ઊભા રાખી અવનવા કારણો આપી પૈસા ઉઘરાવતા નજરે ચઢતા ગામલોકો ઉશ્કેરાયા હતા. માથે સાફો, કાળા કપડાં, ઝોળી અને હાથમાં મોરપીંછ સાથે લોકોને હેરાન કરતા સભ્યોને જોતા ગામલોકોએ મહુવા પોલીસને જાણ કરી હતી. મહુવા પોલીસે તાત્કાલિક પગલા ભરતા ઝેરવાવરા ગામેથી મહાવર અટક ધરાવતા બદઇ તનોફ્દાદુ ,બબલુ રાજુ, રાહુલ જમના, રાજેશ દેનુ જગરુ, દીપક ગણેશ, બાદલ દેનું, સપના બબલુ, ફાતેમા બદઇ અને શીલા દેનું મળી કુલ 6 પુરુષ અને 3 મહિલાને અટકાયતમાં લઈ કાનૂની કાર્યવાહી કરતા તમામને મહુવા મામલતદાર સમક્ષ રજૂ કર્યા હતા.
