ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારીના ભાગરૂપે મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ પર યોગશિબિર યોજાઈ
રાજ્ય યોગ બોર્ડ દ્વારા તા.૧૫ થી ૩૧ મે દરમિયાન સમર કેમ્પ અને તા.૧ થી ૩૧ મે સુધી મેદસ્વિતામુક્ત કેમ્પ યોજાશે
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારીના ભાગરૂપે ‘મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ પર લાલ દરવાજા વિસ્તારમાં યોગશિબિર યોજાઈ હતી. જેમાં રાજ્ય યોગ બોર્ડના ઝોન કોર્ડીનેટર પ્રીતિ પાંડે, મનપાના કોર્ડીનેટર ડો.પારૂલ પટેલ, જિલ્લા કોર્ડીનેટર હીના ચાવડા, ક્લાસ ઇન્સ્પેક્ટર નવનીત શેલડીયા, સોશિયલ મીડિયા કોર્ડીનેટર હિરલ દવે, યોગબોર્ડના કોચ નરેન્દ્ર કારીયા, ભાસ્કર રાઉત તેમજ યોગ ટ્રેનરોએ યોગમય ગુજરાત અને મેદસ્વિતામુક્ત ગુજરાત વિશે ઉપયોગી જાણકારી આપી અને ટ્રેનરોને સર્ટિફિકેટ વિતરણ કર્યું હતું.
રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગામી તા.૧૫ થી ૩૧ મે દરમિયાન સમર કેમ્પ અને તા.૧ થી ૩૧ મે સુધી મેદસ્વિતામુક્ત કેમ્પ યોજાશે જેમાં જોડાવા ઈચ્છતા નાગરિકો મો.9429486294 ઉપર સંપર્ક કરી રજિસ્ટ્રેશન કરાવી શકે છે એમ યોગ બોર્ડના સુરત કોર્ડીનેટરની યાદીમાં જણાવાયું છે.
