અનુસૂચિત જાતિની ગુરૂબ્રાહ્મણ જ્ઞાતિના યુવાનોને કર્મકાંડ તાલીમ વર્ગમાં જોડાવાની તક
દક્ષિણ ગુજરાતમાં સમાવિષ્ટ જિલ્લાઓના ઈચ્છુક ઉમેદવારોએ તા.૨૫ એપ્રિલ સુધીમાં અરજી કરવી
અનુસૂચિત જાતિમાં અતિપછાત એવી ગુરૂબ્રાહ્મણ જ્ઞાતિના યુવાનોને વૈકલ્પિક રોજગારી મળે અને હિન્દુ ધર્મના જુદા-જુદા સંસ્કારોની જાણકારી મળે તે હેતુથી સ્વામી તેજાનંદ કર્મકાંડ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવનાર છે. જેથી ગુરૂબ્રાહ્મણ સમાજના ધો.૧૦ સુધીનો અભ્યાસ કરેલા ૪૫ વર્ષ સુધીના ઉમેદવારો આ તાલીમમાં જોડાઇ શકશે. તાલીમ દરમ્યાન નિ:શુલ્ક રહેવા-જમવાની સુવિધા અપાશે. દક્ષિણ ગુજરાતમાં સમાવિષ્ટ થતા જિલ્લાઓના રસ ધરાવતા ઉમેદવારોએ તા.૨૫ એપ્રિલ સુધીમાં નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, બહુમાળી ભવન, સી બ્લોક, છઠ્ઠો માળ, નાનપુરા ખાતે શાળા છોડયાનું પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, માર્કશીટની પ્રમાણિત નકલો સાથે સાદા કાગળમાં તા.૨૫મીના સાંજના ૫:૦૦ વાગ્યા સુધીમાં રૂબરૂ અથવા પોસ્ટ દ્વારા મોકલી આપવી. અગાઉના વર્ષમાં જેઓએ તાલીમ મેળવી હોય તેમને પ્રવેશ મળવાપાત્ર નથી એમ નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી-સુરતની યાદીમાં જણાવાયું છે.
