વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે સમગ્ર દેશમાં ૫૦ હજાર ગામોના ૫૮ લાખ મકાનમાલિકોને પ્રોપર્ટી કાર્ડનું ઈ-વિતરણ કરવામાં આવશે
બારડોલી ખાતે મિલકતોના પ્રોપર્ટી કાર્ડ વિતરણનો સુરત જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાશે
સુરત જિલ્લાના ૫૪ ગામોના ૬૫૮૫ મિલકતધારકોને સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરાશે
પ્રોપર્ટી કાર્ડ મળવાથી માલિકીહક્ક દર્શાવતો કાયદાકીય દસ્તાવેજ પ્રાપ્ત થશે
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તા.૨૭મી ડિસેમ્બરે સમગ્ર દેશના ૫૦ હજાર ગામોના ૫૮ લાખથી વધુ મકાનમાલિકોને સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડનું ઈ- વિતરણ કરવામાં આવનાર છે, જેના ભાગરૂપે સુરત જિલ્લામાં પણ આવતીકાલ તા.૨૭/૧૨/૨૦૨૪ના રોજ બપોરે ૧૨.૩૦ વાગે બારડોલી તાલુકાની ઈસરોલીની તાજપોર કોલેજ ખાતે આયોજિત કાર્યક્રમમાં મંત્રીશ્રી તેમજ અન્ય પદાધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લાના ૫૪ ગામોના ૬૫૮૫ મકાન માલિકોને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવશે.
વડાપ્રધાનશ્રી હસ્તે ઇ-વિતરણના આ કાર્યક્રમમાં ઓલપાડના બે ગામોના ૩૧૫, ચોર્યાસીના પાંચ ગામોના ૫૦૫, બારડોલલીના પાંચ ગામોના ૭૩૯, માંગરોળના ૧૩ ગામોના ૧૪૩૩, માંડવીના ૧૧ ગામોના ૧૫૬૪, માંડવીના ૧૧ ગામોના ૧૫૬૪, મહુવાના આઠ ગામોના ૧૧૭૫, ઉમરપાડાના નવ ગામોના ૮૦૯ તથા પલસાણાના એક ગામના ૪૫ મકાન માલિકોને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરાશે.
ભારત સરકારના પંચાયતીરાજ વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં મિલકતધારકોને પ્રોપર્ટીકાર્ડ આપવાના આશયથી ડ્રોન ટેકનોલોજી દ્વારા સ્વામિત્વ-SVAMITVA( Survey of Villages and Mapping with Improvised Technology in Village Areas) યોજના જાહેર કરવામાં આવી છે. સ્વામિત્વ(SVAMITVA) યોજનાનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારના મિલકતધારકોને પ્રોપર્ટીકાર્ડ મળી રહે તે છે. આજના ડિજીટલ યુગમાં ડ્રોન ટેકનોલોજી દ્વારા મિલકતોની માપણી કરી રેકર્ડ ઓફ રાઇટ આપવાનો ભારત સરકાર દ્વારા નિર્ધાર કરાયો છે.
પ્રોપર્ટી કાર્ડ મળવાથી થનારા ફાયદાઓની વિગતો જોઈએ તો, ગ્રામ્ય વિસ્તારના દરેક મિલકતધારકોને માલિકીહક્ક દર્શાવતો એક કાયદાકીય દસ્તાવેજ મળશે. જેનાથી બેંકમાં લોન લેવામાં સરળતા રહેશે., મિલકતના નકશા પ્રાપ્ત થશે. ગ્રામ્ય વિસ્તારના વિકાસને વધુ વેગ મળશે. ગ્રામ વિકાસના આયોજન માટે સચોટ જમીન રેકર્ડ તૈયાર થશે. કરની ચોક્કસ વસૂલાત થશે. ડ્રોન સરવે બાદ GIS આધારિત નકશા તૈયાર કરવાથી જે તમામ વિભાગના કાર્યો માટે લાભદાયી થશે. મિલકત સંબંધી વિવાદ અને કાયદાકીય કેસો ઘટશે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે સમગ્ર દેશમાં ૫૦ હજાર ગામોના ૫૮ લાખ મકાનમાલિકોને પ્રોપર્ટી કાર્ડનું ઈ-વિતરણ કરવામાં આવશે
Facebook
Twitter
WhatsApp
Telegram
Thesatymevnews.com
સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર
https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888
Twitter :https://twitter.com/NewsSatyamev
YouTube:
https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw
Imstagram:
https://www.instagram.com/thesatyamevnews/
और खबरें
ગંગાધરા અને બારડોલી વચ્ચે જેતપુર ગામ નજીક LC-21 પર લિમિટેડ હાઇટ સબવે(LHS)ના નિર્માણની કામગીરીને ધ્યાને લઈને રસ્તો બંધ કરી ડાયવર્ઝન કરાયો
The Satyamev News
January 3, 2025
મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત ગુજરાતના કુલ ૧૮૨થી વધુ દૂધના ટેન્કરોની આકસ્મિક તપાસ: આશરે ૨૨ લાખ લીટર દૂધની ગુણવત્તા ચકાસાઈ
The Satyamev News
January 3, 2025
સમગ્ર ભારતમાં દૈનિક ૭૫ હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી નિગમ પ્રથમ ક્રમે
The Satyamev News
January 3, 2025