નર્મદ યુનિ. ખાતે આયોજિત ત્રિદિવસીય ‘ગુજરાત ગ્લોબલ એક્સ્પો’નું સમાપન: સુરતવાસીઓનો બહોળો પ્રતિસાદ

Facebook
Twitter
WhatsApp
Telegram

નર્મદ યુનિ. ખાતે આયોજિત ત્રિદિવસીય ‘ગુજરાત ગ્લોબલ એક્સ્પો’નું સમાપન: સુરતવાસીઓનો બહોળો પ્રતિસાદ
 
૬૦ થી વધુ શૈક્ષણિક સંસ્થાઓના ૧૭૦૦૦ વિદ્યાર્થીઓએ પ્રદર્શનની મુલાકાત લીધી
 
DRDO (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન)નો સ્ટોલ શ્રેષ્ઠ પ્રદર્શન અંતર્ગત વિજેતા બન્યો: જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના સ્ટોલને બીજું અને ઈસરોના સ્ટોલને ત્રીજું સ્થાન મળ્યું
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને અનુસરી સરકારના વિવિધ વિભાગોએ મેળવેલી સિદ્ધિ વિષે સુરતવાસીઓ જાણકારી મેળવી શકે એ માટે વીર નર્મદ યુનિવર્સિટી ખાતે તા.૧૯ થી ૨૧ દરમિયાન આયોજિત ‘ગુજરાત ગ્લોબલ એક્સ્પો’નું સમાપન થયું છે. જેને સુરતવાસીઓનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. ૬૦ થી વધુ શૈક્ષણિક સંસ્થાઓના ૧૭૦૦૦ વિદ્યાર્થીઓએ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. ખાસ કરીને સાંસદ મુકેશ દલાલ, ધારાસભ્ય મનુભાઈ પટેલ, મેયર દક્ષેશ માવાણી, યુનિ.ના કુલપતિ કે.એન.ચાવડાએ એક્ષ્પોની મુલાકાત લઈ આયોજક પરિચિત ફાઉન્ડેશનના પ્રતિનિધિઓને પ્રોત્સાહિત કર્યા હતા. ત્રણ દિવસમાં શાળાકોલેજોના વિદ્યાર્થીઓ, બાળકોએ સ્ટોલ્સને રસપૂર્વક નિહાળી વિવિધ જાણકારી મેળવી હતી.
ભારત સરકારની DRDO (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન)નો સ્ટોલ શ્રેષ્ઠ પ્રદર્શન અંતર્ગત વિજેતા બન્યો હતો. જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના સ્ટોલને બીજું સ્થાન અને ઈસરોના સ્ટોલને ત્રીજું સ્થાન મળ્યું હતું. પ્રદર્શનનું આયોજન પરિચિત ફાઉન્ડેશન- દિલ્હી દ્વારા સંસ્થાના પ્રમુખ શ્રી તરૂણ જૈન અને મહેક જૈનના માર્ગદર્શનમાં કરાયું હતું. રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાની ૧૦૦ જેટલી સરકારી સંસ્થાઓએ ભાગ લીધો હતો.

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

EMICIZUMAB પ્રોફાઈલ એક્સેસની સારવાર લેતા દર્દીની સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર નવી સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી કરવામાં આવી

EMICIZUMAB પ્રોફાઈલ એક્સેસની સારવાર લેતા દર્દીની સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર નવી સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી કરવામાં આવી   દર્દીને સ્વસ્થ કરવા નવી સિવિલ હોસ્પિટલમાં અંદાજે રૂા.૧.૨૮

ગંગાધરા અને બારડોલી વચ્ચે જેતપુર ગામ નજીક LC-21 પર લિમિટેડ હાઇટ સબવે(LHS)ના નિર્માણની કામગીરીને ધ્યાને લઈને રસ્તો બંધ કરી ડાયવર્ઝન કરાયો

ટ્રાફિક નિયમન માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુંઃ   ગંગાધરા અને બારડોલી વચ્ચે જેતપુર ગામ નજીક LC-21 પર લિમિટેડ હાઇટ સબવે(LHS)ના નિર્માણની કામગીરીને ધ્યાને લઈને રસ્તો

મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત ગુજરાતના કુલ ૧૮૨થી વધુ દૂધના ટેન્કરોની આકસ્મિક તપાસ: આશરે ૨૨ લાખ લીટર દૂધની ગુણવત્તા ચકાસાઈ

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત ગુજરાતના કુલ ૧૮૨થી વધુ દૂધના ટેન્કરોની આકસ્મિક તપાસ: આશરે ૨૨ લાખ લીટર દૂધની ગુણવત્તા

સમગ્ર ભારતમાં દૈનિક ૭૫ હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી નિગમ પ્રથમ ક્રમે

સમગ્ર ભારતમાં દૈનિક ૭૫ હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી નિગમ પ્રથમ ક્રમે   એસ.ટી નિગમે છેલ્લા બે વર્ષમાં ૪ કરોડથી વધુ ઓનલાઈન