શ્રી નવસંસ્કાર પ્રાથમિક શાળા દિગેન્દ્રનગર(રાનવેરીખુર્દ) ખાતે કાછલ કોલેજના એન.એસ.એસ વિભાગનો વાર્ષિક શિબિરનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.
સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ, કાછલના એન.એસ.એસ વિભાગ અંતર્ગત તા 10/12/2024, મંગળવારના રોજ બપોરે 12:00 કલાકે શ્રી નવસંસ્કાર પ્રાથમિક શાળા દિગેન્દ્રનગર (રાનવેરીખુર્દ) ખાતે મંત્રીશ્રી કમલેશકુમાર પી.દેસાઇ (શ્રી નવસંસ્કાર કેળવણી ટ્રસ્ટ, દિગેન્દ્રનગર)ના માર્ગદર્શન હેઠળ વાર્ષિક ખાસ શિબિરનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત આવકાર અને દીપપ્રાગટ્યથી કરવામાં આવી. ત્યારબાદ પ્રાથમિક શાળાની બહેનોએ પ્રાર્થના કરી, મહેમાનો માટે સ્વાગતગીતની પ્રસ્તુતિ રજૂ કરી. ત્યારબાદ મહેમાનોનો શાબ્દિક પરિચય સ્કૂલના ઉપાચાર્ય રેખાબેને કરાવ્યો. અને તમામ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. કોલેજના I/C આચાર્યશ્રી ડૉ.પદ્મા તડવી મેડમે પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં એન.એસ.એસ.નું જીવનમાં મહત્વ અંગેના વિચારો વાગોળ્યા હતાં. કાર્યની વ્યસ્તતાને કારણે જે મહેમાનો ઉપસ્થિત રહી શક્યા નહોતા જેમાં શ્રી કિરણકુમાર પટેલ (પ્રમુખશ્રી, શ્રી નવસંસ્કાર કેળવણી ટ્રસ્ટ, દિગેન્દ્રનગર), શ્રી પ્રમોદરાય પટેલ (ઉપપ્રમુખશ્રી)એ એન.એસ.એસ.ના સ્વયંસેવકોને શુભેચ્છાસંદેશ પાઠવ્યા હતાં. ત્યારબાદ પ્રમુખ સ્થાને શ્રી કમલેશકુમાર પી.દેસાઇ (મંત્રીશ્રી, શ્રી નવસંસ્કાર કેળવણી ટ્રસ્ટ, દિગેન્દ્રનગર) સાહેબે એન.એસ.એસના સ્વયંસેવકોને વધાવ્યા અને સાત દિવસીય શિબિર માટે શુભેચ્છાઓ પાઠવી. આ સાથે શાળાના આચાર્યશ્રી અમિતભાઈ પટેલ સાહેબે પણ વિદ્યાર્થીઓને કેમ્પની સફળતા માટે આર્શીવચન આપ્યા હતાં. કાર્યક્રમમાં નરેન્દ્રભાઈ ચૌહાણ, સવિતાબેન, પ્રીતિબેન ટેલર, જયેશભાઇ ટેલર વગેરે આમંત્રિત મહેમાનો તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના I/C આચાર્યશ્રી ડૉ.પદ્મા તડવી મેડમે અને સંચાલન એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસરશ્રી ડૉ.આશા ઠાકોર અને ડૉ.અંકિત પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની પૂર્ણાહુતિ રાષ્ટ્રગીત ગાઈને કરવામાં આવી હતી
