દિવાળીના તહેવારો દરમિયાન રાજ્યભરમાં ટ્રાફિક અવેરનેસ માટે નવતર અભિગમ

Facebook
Twitter
WhatsApp
Telegram

દિવાળીના તહેવારો દરમિયાન રાજ્યભરમાં ટ્રાફિક અવેરનેસ માટે નવતર અભિગમ

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકને ગુજરાત પોલીસ ફુલ આપીને પરિવાર માટે તેમના જીવનના મુલ્ય અંગેની સમજ આપશે
 
તા.૩૦મી ઓક્ટોબરથી તા.૬ઠ્ઠી નવેમ્બર દરમિયાન તહેવારોમાં પોલીસ ‘પાવતી બુક’ લઇને નહિ, પરંતુ ફુલ અને ટ્રાફિક અવેરનેસ પેમ્ફલેટ લઇને ઉભેલી જોવા મળશે
 
વાહન ચાલકે જે નિયમ ભંગ કર્યો છે તેનું અવેરનેસ પેમ્ફલેટ આપવામાં આવશે

ગુજરાત પોલીસ દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન રાજ્યભરમાં ટ્રાફિક અવેરનેસ માટે એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. આ તહેવારોમાં અલગ અલગ માર્કેટ પ્લેસ, હાઇવે કે વિવિધ સર્કલ ઉપર ઉભી રહેતી પોલીસ ‘પાવતી બુક’ લઇને નહિ, પરંતુ ફુલ અને ટ્રાફિક અવેરનેસ પેમ્ફલેટ લઇને ઉભેલી જોવા મળશે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકને પોલીસ દ્વારા ફુલ આપીને તેમણે જે નિયમનો ભંગ કરવાની ભુલ કરી છે તેનાથી તેમને તથા તેમના પરિવારને શુ નુક્શાન થઇ શકે છે અને માનવજીવનનુ મુલ્ય વાહનચાલકના પોતાના પરિવાર માટે કેટલુ વિશેષ છે તેની સમજ આપવામાં આવશે.

દિવાળીના તહેવારો દરમિયાન રાજ્યમાં વાહનોની અવર-જવર વધુ પ્રમાણમાં રહેશે. જેથી, રાજ્યભરમાં માર્ગ સલામતિ અંતર્ગત ટ્રાફિકના નિયમોની અમલવારી કરાવવા માટે તેમજ વાહન ચાલકોમાં જાગૃતિ લાવવા ઉપરાંત માર્ગ અકસ્માતોના બનાવો ન બને અને વાહન ચાલક તેમજ તેમના પરિવારની સલામતિ જળવાય તે માટે ટ્રાફિક અવેરનેસનો આ નવતર અભિગમ અપનાવ્યો છે.

આજે તા.૩૦મી ઓક્ટોબર થી તા.૦૬ઠ્ઠી નવેમ્બર ૨૦૨૪ દરમિયાન હેલ્મેટ, સીટ બેલ્ટ, ઓવર સ્પીડ, રોંગ સાઇટ ડ્રાઇવીંગ તેમજ લેન ભંગ સહિતના ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકને તેમણે જે નિયમ ભંગ કર્યો છે તે મુજબનું અવેરનેસ પેમ્ફલેટ પોલીસ દ્વારા આપવામાં આવશે. તેની સાથે સાંકેતિકરૂપે વાહન ચાલકને ફુલ આપી ટ્રાફિક નિયમોની સમજ આપવામાં આવશે અને હવેથી ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સમજાવવામાં આવશે.

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

EMICIZUMAB પ્રોફાઈલ એક્સેસની સારવાર લેતા દર્દીની સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર નવી સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી કરવામાં આવી

EMICIZUMAB પ્રોફાઈલ એક્સેસની સારવાર લેતા દર્દીની સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર નવી સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી કરવામાં આવી   દર્દીને સ્વસ્થ કરવા નવી સિવિલ હોસ્પિટલમાં અંદાજે રૂા.૧.૨૮

ગંગાધરા અને બારડોલી વચ્ચે જેતપુર ગામ નજીક LC-21 પર લિમિટેડ હાઇટ સબવે(LHS)ના નિર્માણની કામગીરીને ધ્યાને લઈને રસ્તો બંધ કરી ડાયવર્ઝન કરાયો

ટ્રાફિક નિયમન માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુંઃ   ગંગાધરા અને બારડોલી વચ્ચે જેતપુર ગામ નજીક LC-21 પર લિમિટેડ હાઇટ સબવે(LHS)ના નિર્માણની કામગીરીને ધ્યાને લઈને રસ્તો

મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત ગુજરાતના કુલ ૧૮૨થી વધુ દૂધના ટેન્કરોની આકસ્મિક તપાસ: આશરે ૨૨ લાખ લીટર દૂધની ગુણવત્તા ચકાસાઈ

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત ગુજરાતના કુલ ૧૮૨થી વધુ દૂધના ટેન્કરોની આકસ્મિક તપાસ: આશરે ૨૨ લાખ લીટર દૂધની ગુણવત્તા

સમગ્ર ભારતમાં દૈનિક ૭૫ હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી નિગમ પ્રથમ ક્રમે

સમગ્ર ભારતમાં દૈનિક ૭૫ હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી નિગમ પ્રથમ ક્રમે   એસ.ટી નિગમે છેલ્લા બે વર્ષમાં ૪ કરોડથી વધુ ઓનલાઈન