રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્યકક્ષાએ ડિજિટલ સાક્ષરતા વધારવા નવતર અભિગમ

Facebook
Twitter
WhatsApp
Telegram

રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્યકક્ષાએ ડિજિટલ સાક્ષરતા વધારવા નવતર અભિગમ

રાજ્યભરમાં ગ્રામ્ય કક્ષાએ વિલેજ વાઈ-ફાઈ પ્રોજેક્ટ અંતર્ગત Wi-Fi સુવિધાની સમયમર્યાદા ૩૦ મિનિટથી વધારીને એક કલાક કરાઈ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ડિજિટલ સેવાઓનો વ્યાપ વધારવા માટે રાજ્યભરમાં અનેકવિધ નવતર આયામો હાથ ધરવામાં આવી રહ્યા છે, રાજ્યભરમાં ગ્રામ્ય કક્ષાએ વિલેજ વાઈ ફાઈ પ્રોજેક્ટ અંતર્ગત હાલ રાજ્યની આશરે ૮૦૦૦ ગ્રામ પંચાયતો ખાતેથી નાગરિકોને ૩૦ મિનિટ ફ્રી ઈન્ટરનેટની સુવિધા Wi-Fi મારફતે પુરી પાડવામાં આવે છે, તે સમય મર્યાદા હવે વધારીને એક કલાક કરવામાં આવી છે એમ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં જણાવ્યાનુસાર રોજગારીની તકોનું સર્જન કરવા રાજ્યમાં ગ્રામ્ય કક્ષાએ આઇ.ટી. ક્ષેત્રને એક મજબૂત આધાર પૂરો પાડવાના શુભ આશયથી ભારતનેટ પ્રોજેક્ટ હેઠળ OFC મારફતે ઇન્ટરનેટની સુવિધા હાલ તમામ ગ્રામપંચાયતોને આપવામાં આવી રહી છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, ગ્રામ પંચાયતના નજીકના વિસ્તારોમાં વિવિધ નાગરિકલક્ષી સુવિધાઓ પહોંચાડીને ગ્રામ્ય સ્તરે ડિજિટલ સાક્ષરતાનો દર વધારવા અને ડિજિટલ ડિવાઈડ ઘટાડવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ ગાંધીનગર દ્વારા પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની ગ્રામ પંચાયતો ખાતે Wi-Fi/ ઇન્ટરનેટ સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ્યકક્ષાએ વિલેજ વાઈ-ફાઈ પ્રોજેક્ટ અંતર્ગત નિ:શુલ્ક વાઈફાઈ સેવા માટેની સમયમર્યાદા ૩૦ મિનિટથી વધારીને એક કલાક માટે પ્રાયોગિક ધોરણે છ મહિના માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગ્રામ્ય કક્ષાએ વિલેજ વાઈ ફાઈ પ્રોજેક્ટ અંતર્ગત નાગરિકોને પ્રથમ એક કલાક માટે મફત ઇન્ટરનેટની સુવિધા પુરી પાડવામાં આવશે. ત્યારબાદ નાગરીકોએ ઇન્ટરનેટના વપરાશ મુજબના નિયત નાણા ચુકવવાના રહેશે, તેમ યાદીમાં વધુ જણાવાયું છે.

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

EMICIZUMAB પ્રોફાઈલ એક્સેસની સારવાર લેતા દર્દીની સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર નવી સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી કરવામાં આવી

EMICIZUMAB પ્રોફાઈલ એક્સેસની સારવાર લેતા દર્દીની સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર નવી સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી કરવામાં આવી   દર્દીને સ્વસ્થ કરવા નવી સિવિલ હોસ્પિટલમાં અંદાજે રૂા.૧.૨૮

ગંગાધરા અને બારડોલી વચ્ચે જેતપુર ગામ નજીક LC-21 પર લિમિટેડ હાઇટ સબવે(LHS)ના નિર્માણની કામગીરીને ધ્યાને લઈને રસ્તો બંધ કરી ડાયવર્ઝન કરાયો

ટ્રાફિક નિયમન માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુંઃ   ગંગાધરા અને બારડોલી વચ્ચે જેતપુર ગામ નજીક LC-21 પર લિમિટેડ હાઇટ સબવે(LHS)ના નિર્માણની કામગીરીને ધ્યાને લઈને રસ્તો

મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત ગુજરાતના કુલ ૧૮૨થી વધુ દૂધના ટેન્કરોની આકસ્મિક તપાસ: આશરે ૨૨ લાખ લીટર દૂધની ગુણવત્તા ચકાસાઈ

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત ગુજરાતના કુલ ૧૮૨થી વધુ દૂધના ટેન્કરોની આકસ્મિક તપાસ: આશરે ૨૨ લાખ લીટર દૂધની ગુણવત્તા

સમગ્ર ભારતમાં દૈનિક ૭૫ હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી નિગમ પ્રથમ ક્રમે

સમગ્ર ભારતમાં દૈનિક ૭૫ હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી નિગમ પ્રથમ ક્રમે   એસ.ટી નિગમે છેલ્લા બે વર્ષમાં ૪ કરોડથી વધુ ઓનલાઈન