કેન્દ્ર સરકારના વિકસિત ભારત@2047નાં સંકલ્પને રજૂ કરતું ચિત્ર પ્રદર્શન ખુલ્લું મૂકાયું

Facebook
Twitter
WhatsApp
Telegram

કેન્દ્ર સરકારના વિકસિત ભારત@2047નાં સંકલ્પને રજૂ કરતું ચિત્ર પ્રદર્શન ખુલ્લું મૂકાયું
 
કેન્દ્રીય સંચાર બ્યુરો અને VNSGU ના ઉપક્રમે VNSGUના પ્રાર્થના હોલમાં પ્રદર્શનને તા.૨૩મી સુધી સુરતવાસીઓ નિ:શુલ્ક નિહાળી શકશે

સુરત:મંગળવાર: કેન્દ્રીય સંચાર બ્યુરો અને વીર નર્મદ યુનિવર્સિટીનાં સંયુક્ત ઉપક્રમે વિકસિત ભારત @2047 વિષય પર આયોજિત ચિત્ર પ્રદર્શનને VNSGUના કુલસચિવ ડૉ આર. સી. ગઢવીએ ખુલ્લું મૂક્યું હતું.
ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત કાર્યરત કેન્દ્રીય સંચાર બ્યુરો અને VNSGU દ્વારા ૨૩ ઓક્ટો. સુધી શ્રીમદ્ રાજચંદ્ર પ્રાર્થના હૉલ ખાતે આયોજિત ચિત્ર પ્રદર્શનને સુરતવાસીઓ તા.૨૩ ના સવારે ૧૦.૦૦ થી સાંજે ૬.૦૦ સુધી નિ:શુલ્ક નિહાળી શકશે.
આ પ્રસંગે કુલસચિવશ્રીએ જણાવ્યું હતું કે, વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવા માટે યુવાનોએ કટિબદ્ધ થવું જોઈએ. અહીં પ્રદર્શનમાં રજૂ કરેલી માહિતી પરથી પણ કોઈ સંશોધનનો વિષય મળી શકે તો એ કરવું જોઈએ. ભારતનાં વિકાસ બાબતે જાત અનુભવનું વર્ણન પણ તેમણે કર્યું હતું.
આ પ્રદર્શનમાં વિકસિત ભારતના નિર્માણ માટેની લોકકલ્યાણની વિવિધ યોજનાઓ, વિવિધ ક્ષેત્રોનું પ્રદાન અને અન્ય માહિતી રજૂ કરવામાં આવી છે. સાથે જ રોજગાર વિનિમય કચેરી અને પોસ્ટ વિભાગ દ્વારા મુલાકાતીઓને તેમની કામગીરીની માહિતી અપાઈ રહી છે. પ્રદર્શનમાં વિદ્યાર્થીઓને સહભાગિતા વધારવા કાયદાશાસ્ત્ર અને જૈવવિજ્ઞાન વિભાગમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. જેના વિજેતાઓને પુરસ્કાર અને પ્રમાણપત્ર અપાયા હતા. યુવાનો-શહેરીજનો સેલ્ફી લઈ શકે એ માટે પ્રદર્શનમાં પ્રતિજ્ઞા સેલ્ફી બુથ ઉભું કરાયું હતું.
આ વેળાએ ‘એક પેડ મા કે નામ’ યુનિ. કેમ્પસમાં વૃક્ષારોપણ કરાયું હતું. પ્રદર્શનને સફળ બનાવવા અમૃતભાઈ સોનેરી અને રોશનભાઈ પટેલે જહેમત ઉઠાવી છે. કાર્યક્રમની રૂપરેખા ક્ષેત્રિય પ્રચાર અધિકારી ઈન્દ્રવદનસિંહ ઝાલાએ આપી હતી.

 

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

EMICIZUMAB પ્રોફાઈલ એક્સેસની સારવાર લેતા દર્દીની સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર નવી સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી કરવામાં આવી

EMICIZUMAB પ્રોફાઈલ એક્સેસની સારવાર લેતા દર્દીની સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર નવી સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી કરવામાં આવી   દર્દીને સ્વસ્થ કરવા નવી સિવિલ હોસ્પિટલમાં અંદાજે રૂા.૧.૨૮

ગંગાધરા અને બારડોલી વચ્ચે જેતપુર ગામ નજીક LC-21 પર લિમિટેડ હાઇટ સબવે(LHS)ના નિર્માણની કામગીરીને ધ્યાને લઈને રસ્તો બંધ કરી ડાયવર્ઝન કરાયો

ટ્રાફિક નિયમન માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુંઃ   ગંગાધરા અને બારડોલી વચ્ચે જેતપુર ગામ નજીક LC-21 પર લિમિટેડ હાઇટ સબવે(LHS)ના નિર્માણની કામગીરીને ધ્યાને લઈને રસ્તો

મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત ગુજરાતના કુલ ૧૮૨થી વધુ દૂધના ટેન્કરોની આકસ્મિક તપાસ: આશરે ૨૨ લાખ લીટર દૂધની ગુણવત્તા ચકાસાઈ

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત ગુજરાતના કુલ ૧૮૨થી વધુ દૂધના ટેન્કરોની આકસ્મિક તપાસ: આશરે ૨૨ લાખ લીટર દૂધની ગુણવત્તા

સમગ્ર ભારતમાં દૈનિક ૭૫ હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી નિગમ પ્રથમ ક્રમે

સમગ્ર ભારતમાં દૈનિક ૭૫ હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી નિગમ પ્રથમ ક્રમે   એસ.ટી નિગમે છેલ્લા બે વર્ષમાં ૪ કરોડથી વધુ ઓનલાઈન