મહુવા : મહુવા પોલીસ મથકના પટાંગણ માં તેમજ તાલુકામાં કાળા કાચ વાળી કાર નો કેર હતો ત્યારે આ કાયદાના વસ્ત્રાહરણ નો અહેવાલ સત્યમેવ ન્યુઝ દ્વારા ઉજાગર કરતા જ રાતોરાત કાળા કાચ સફેદ થઈ જવા પામ્યા ત્યારે હવે નંબર પ્લેટ વગરની ગાડી નો નવો ટ્રેન્ડ મહુવા પોલીસના પટાંગણ તેમજ તાલુકામાં જોવા મળી રહ્યો છે.
સુરત જિલ્લાના મહુવા પોલીસ મથક ના પટાંગણ માં અનેક કાર ના કાળા કાચ સાથે ભરતી હતી.જેમાં કેટલાક કાયદાના રક્ષક જ કાયદાના ભક્ષક બન્યા હતા.કાયદાના પાલન માટે આમજનતા પર શૂરવીરતા દાખવનાર કેટલાક ખાખીધારી ઓ ને કાળા કાચ વાળી જોઈ લોકો ટીકા કરી રહ્યા હતા.આ મુદ્દે સત્યમેવ ન્યુઝ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવતા જ કાળા કાચધારીઓ રેલો આવતાં જ હરકત માં આવતા રાતોરાત કાળા કાચ સફેદ થઈ જવા પામ્યા હતા.
ત્યારે હાલ નવી હાલ ધ્યાન માં આવી કે મહુવા પોલીસ મથકે પટાંગણમાં જ કેટલીક કાર નબર પ્લેટ વગરની ફરી રહી છે.હદ તો ત્યારે થાય કે મહુવા પોલીસના કેટલાક કર્મીઓ નંબર પ્લેટ વગરની કાર લઈને ફરતા હોવાની પ્રતીતિ થઈ રહી છે.
રાજ્યનું પોલીસ તંત્ર પરિપત્ર કરે પરંતુ એ પરિપત્ર તેમના કર્મીઓ સુધી જ નહિ પહોંચે છે કે શું ?મહુવા ફોજદાર પટેલ પણ તેમની નજર આગળ ફરતી આ નંબર પ્લેટ વાળી કાર આગળ કેમ ચુપકીદી સેવી લે એ સમજાતું નથી.હાલ તો મહુવા ની જનતામાં આ નંબર પ્લેટ વગરની કારો ટીકાનું પાત્ર બની છે.
